વાપીની મહેશ્વરી સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ
- byDamanganga Times
- 05 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ તાજેતરમાં પૂરને કારણે અસરગ્રસ્ત બનેલા ઉમરગામ તાલુકાના ગામોમાં મહેશ્વરી સેવા સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
સમિતિ દ્વારા આજે કાંચપાડા, હુમરાન અને ભાટી કરંબેલી ગામના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પૂરના કારણે ઘણા વિદ્યાર્થીઓના પુસ્તકો અને અભ્યાસ સામગ્રીને નુકસાન થયું હતું. આથી બાળકોના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે સમિતિઍ તાત્કાલિક ધોરણે આ મદદ પહોંચાડી છે.
વિતરણ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો, શિક્ષકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્ના હતા. વિદ્યાર્થીઓને નવા પુસ્તકો મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મહેશ્વરી સેવા સમિતિ, ટીમ ઉમરગામના સભ્યોઍ જણાવ્યું કે મુશ્કેલ સમયમાં સમાજના બાળકોને શિક્ષણથી વંચિત ન રહેવા દેવા ઍ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. આગામી સમયમાં પણ જરૂરિયાતમંદ લોકોને આવી જ મદ કરવાનું અમે ચાલુ રાખીશું.
