Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

પાટીગામે આદિવાસી પરંપરા મુજબ ‘દિયાડો’ વિધિ સંપન્ન કરાઈ

પાટીગામે આદિવાસી પરંપરા મુજબ ‘દિયાડો’ વિધિ સંપન્ન કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૦૪ ઃ નાનાપોંઢા તાલુકાના પાટી ગામમાં સ્વર્ગસ્થ ખાલપભાઈ પટેલના અવસાન બાદ તેમના પરિવારજનો દ્વારા આદિવાસી સમાજની પરંપરાગત મૃત્યુત્તર વિધિ દિયાડો યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગામના વડીલો, સગા-સંબંધીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા અને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

દિયાડો આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા છે, જે મૃત્યુ બાદ નિર્ધારિત સમયે ધાર્મિક અને સામાજિક વિધિ તરીકે કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન પરંપરાગત રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે તેમજ તૂર સહિતના પરંપરાગત વાજિંત્રોના સ્વર સાથે પૂર્વજોના સ્મરણ અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ -સંગ સમાજના લોકો માટે માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ઍકતા અને પરંપરાના જતનનું પણ પ્રતિક માનવામાં આવે છે.વિધિ દરમિયાન ઉપસ્થિત વડીલોઍ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પ્રાચીન પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવી ઍ દરેક પેઢીની જવાબદારી છે. આધુનિક સમયના બદલાતા જીવનપ્રવાહ વચ્ચે પણ આવી પરંપરાઓ સમાજની ઓળખ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાટી ગામમાં યોજાયેલ દિયાડો વિધિ શ્રદ્ધા, આસ્થા અને પરંપરાગત રિવાજો સાથે સંપન્ન થઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના લોકોઍ ઍકતા, સહભાગિતા અને પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ અને પરંપરાગત જીવનમૂલ્યોની સુંદર ઝલક જોવા મળી હતી.