વલસાડના ધારાસભ્ય અને જિ.પં. પ્રમુખ દ્વારા વૃક્ષારોપણ કરાયું
- byDamanganga Times
- 05 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ અતુલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૫ જુલાઈ થી ૩૦ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન આયોજિત સંજીવની–૨૦૨૬ અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે વિવિધ સ્થળોઍ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાનાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામનાં ધારાસભ્ય રમણભાઈ પાટકર અને વલસાડ જિલ્લા પંચાયતનાં પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા ઍમના નિવાસસ્થાને પોતાના ઘરનાં સભ્યો સાથે અતુલ કંપનીનાં જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
બધા જ ધારાસભ્યો અને જિલ્લા પંચાયતનાં પ્રમુખે આ હરિત યાત્રા સતત આગળ વધતી રહે અને વધુ ને વધુ લોકોને પ્રકૃતિનાં સંરક્ષણ માટે પ્રેરણા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સંજીવની અભિયાન સાથે જોડાયેલા તમામ સહભાગીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને સૌ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ નિર્માણમાં સક્રિય રીતે સહભાગી બનવા અપીલ કરી હતી.
