ધરમપુર નગારિયામાં પુલના ઍપ્રોચનો ભાગ ધસતાં જાખમી ખાડો પડયો
- byDamanganga Times
- 05 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૪ ઃ ધરમપુર નગારિયા વિસ્તારના આર્ચ દવાખાના પાસે નવા પુલના આગમન ને અડીને રોડનો ભાગ ધસી જતાં મોટો ખાડો પડી ગયો છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી આ સ્થિતિને ઍક પખવાડિયું વિતવા આવ્યું છતાં સમારકામ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ સાથે નગરપાલિકાની પાઇપલાઇન પણ ધસી ગઈ છે, જેના કારણે રસ્તાની સ્થિતિ સતત બગડી રહી છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓ પસાર થતાં હોવાથી ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાત્રિના સમયે પૂરતા બેરિકેડ અને ચેતવણીના બોર્ડ ન હોવાથી જોખમ વધુ વધી ગયું છે. નગરપાલિકા તંત્ર કોઈ અગટીત ઘટના બને તે પહેલા સમારકામ કરશે કે કેમ તે જોવુ રહ્નાં.
