Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

સેલવાસ કોલેજમાં ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ અને નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સેલવાસ કોલેજમાં ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ અને નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૪ ઃ ડૉ. ઍ.પી.જે. અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ, સેલવાસ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ અંતર્ગત નશા મુક્તિ અને રાષ્ટ્ર નિર્માણને સમર્પિત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા તેમજ નશામુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ’ના ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા યુવા અધિકારીઓ દ્વારા માય ભારત  અંગે માહિતી આપી તેની વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ લ્ંઁં તેમજ સ્જ્ઞ્ત્ત્સ્ન્જ્ઞ્દ્દ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ળ્ં્યિઁં ર્ન્ફૂફુફૂશ્વસ્ન્ ઝ઼ર્જ્ઞ્ીશ્રં્યિંફૂ (સ્ગ્ળ્ન્ઝ઼) ઍન્થમના વિડિયો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
યુવાનોમાં પ્રેરણા જગાવવા માટે યુથ આઈકોન પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નશા મુક્ત વોરિયર દ્વારા પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું હતું અને નશાના દૂષ્પરિણામો અંગે જાગૃતિ લાવતો વિડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોઍ નશા મુક્ત ભારત તથા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ભગવાન ઝા, શિક્ષણ અધિકારી તથા નશા મુક્ત ભારત અભિયાનના નોડલ અધિકારી બલવંત પાટીલ, ગૌરવ પટેલ, મહાવિદ્યાલયનો સ્ટાફ, ઍનઍસઍસના સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનો સમાપન આભારવિધિ અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો.