Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

ડુંગરા પોલીસે દિવસની ઘરફોડ ચોરીના ૨ રીઢા ચોર ઝડપાયા

ડુંગરા પોલીસે દિવસની ઘરફોડ ચોરીના ૨ રીઢા ચોર ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દિવસની ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલીને ડુંગરા પોલીસ ટીમે બે રીઢા ચોર ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
તા.૩૦/૦૭/૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગ્યાથી ૨ઃ૩૦ વાગ્યા દરમિયાન હરકોઈ વસાહત મો.છરવાડા, નૈનયા પ્રસાદાના ફલેટ નં.૨૦૪, બીજોમાળ, નેહા કોમ્પલેક્સ રામવાળી તા.વાપી જી.વલસાડના ઍક રૂમના મુખ્ય દરવાજાનો મારો તોડી કોઈ અજાણ્યા ચોર ઈસમે કોઈ સાધન વડે તોડી રૂમમાં પ્રવેશ કરી ફરિયાદીના બેડરૂમના ટેબલ ઉપર રાખેલ બેગમાંથી રોકડ રૂપિયા ૪૦,૦૦૦ની મતાની ચોરી કરી હતી. આ અંગે ડુંગરા પો.સ્ટે.માં  ગુનો નોંધાયો હતો.
ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન.દવેની સૂચનાથી ભ્ત્ બી.ઍન.ગોહિલના માર્ગદર્શન હેઠળ ભ્લ્ત્ ઍ.આર. ચોટલીયા અને ડુંગરા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી. આજુબાજુના ઘ્ઘ્વ્સ્ ફૂટેજ અને ટેક્નિકલ ઍનાલીસના આધારે પોલીસને શકાસ્પદ ઈસમોના ફોટોગ્રાફ મળ્યા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા મોહમ્મદ શાહનવાઝ રજ્જહસન શેખ ઉ.વ.૨૦ રહે. છીરી, ગાલા મસાલા, લક્કી હોટલના પાસે, યાદવની ચાલ, રૂમ નં.૦૩, તા.વાપી અને તસ્લીમ ઉર્ફે ગોટા  નસીમ ખાન ઉ.વ.૨૧ રહે. છીરી, ગાલા મસાલા, ક્રિષ્ણાપાર્ક, મંદિરની સામે, સુરેશની ચાલના પાછળ, પોતાના રૂમમાં, તા.વાપી જી.વલસાડને ડુંગરા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.પૂછપરછમાં બંને આરોપીઓઍ તા.૩૦/૦૭/૨૦૨૫ના દિવસે મો.છરવાડા ખાતે દિવસ દરમિયાન તાળું તોડી ઘરમાંથી રોકડની ચોરી કર્યાની કબૂલાત કરી છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ તપાસતા મોહમ્મદ શાહનવાઝ સામે ડુંગરા પો.સ્ટે.માં ૨ અને તસ્લીમ ગોટા સામે ૪ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. પોલીસે તેમની પાસેથી ૨ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા ૨૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.