Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

બીલીમોરામાં યુવાને ટ્રેન આગળ પડતું મુકયું

બીલીમોરામાં યુવાને ટ્રેન આગળ પડતું મુકયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૪ ઃ બીલીમોરા નજીક તલોધ સિંગલ ફળીયા પાસે સોમવાર બપોરે ઍક યુવાન ઍ રણકપોર ઍક્સપ્રેસ ટ્રેન સામે સુઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ટ્રેન ની ધસમસતી ઝડપ ને કારણે તેના શરીરના ફુરચે ફુરચા ઉડી જતા અરેરાટી વ્યાપી હતી. મૃતક નાં ખિસ્સામાંથી આધારકાર્ડ મળતા ઓળખ થઈ હતી. જોકે તેણે આ અંતિમ પગલું કયા સંજોગોમાં ભર્યું તે કારણ અકબંધ રહ્નાં હતું. મૃતક બીલીમોરા નાં ગૌહરબાગ માં પત્ની અને બે વર્ષ ની પુત્રી સાથે રહેતો હતો. અને ઍક ખાનગી કંપની માં નોકરી કરતો હતો. પ્રા માહિતી અનુસાર વડોદરા જિલ્લા નાં સણીયાદ ગામનો વતની અને હાલ બીલીમોરા નાં ગૌહરબાગ માં સ્નેહલ હોસ્પિટલ સામે રહેતો પ્રવીણસિંહ બળવંતસિંહ ચૌહાણ (૩૯) ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી હતો. બીલીમોરા સ્ટેશન ની ઉતરે સિંગલ ફળિયા નજીક સુરત તરફ જતી બાંદ્રા-લાલગંજ રણકપુર સુપરફાસ્ટ ટ્રેન (૧૪૭૦૮) સામે પ્રવીણસિંહે ટ્રેક પર સુઈ જઈને આત્મહત્યા કરી હતી. ટ્રેનના ડ્રાઈવરે સતત હૉર્ન વગાડવા છતાં તેઓ ટ્રેક પરથી હટ્યા ન હતા, જેના પરિણામે ટ્રેન નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રેનના ડ્રાઈવરે બીલીમોરા રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકના પર્સમાંથી આધારકાર્ડ મળતા તેના આધારે તેમની ઓળખ શક્ય બની હતી. આપઘાત કરતા પહેલા પ્રવીણસિંહે પરિવારજનોને સવારે ચિંતાજનક મેસેજ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી પરિવારજનો વડોદરાથી તાત્કાલિક બીલીમોરા દોડી આવ્યા હતા. પ્રવિણસિંહ ચૌહાણ ઍ કયા કારણે આપઘાત કર્યો તેનું રહસ્ય ખુલ્યું નથી. હાલ આ બનાવ અંગે બીલીમોરા રેલ્વે આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગભાઈ આગળની કાયદેસરની તપાસ ચલાવી રહ્ના છે.