Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

વાપી ઍનિમલ રેસક્યુ ટીમે ગટરમાંથી વાછરડાને ઉગાર્યો

વાપી ઍનિમલ રેસક્યુ ટીમે ગટરમાંથી વાછરડાને ઉગાર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ખુલ્લી વરસાદી પાણીની ગટરમાં ગાયનું નાનું વાછરડું પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોની સતર્કતાના કારણે સમયસર જાણ થતાં વાપી ઍનિમલ રેસ્ક્યૂ ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ વાછરડાને સલામત રીતે બહાર કાઢ્યું હતું. પ્રા માહિતી અનુસાર, ગત રવિવારે સાંજના સમયે વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલી ખુલ્લી વરસાદી પાણીની ગટરમાં ગાયનું નાનું વાછરડું પડી ગયું હતું. ગટરના ઉપર કેટલાક સ્થળોઍ સિમેન્ટ-કોંક્રીટના સ્લેબ હોવાથી વાછરડું અંદર આગળ સુધી પહોંચી ગયું હતું,
જેના કારણે તેને બહાર કાઢવાની કામગીરી મુશ્કેલ બની હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોઍ વાપી ઍનિમલ રેસ્ક્યૂ ટીમને કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમના સભ્યોઍ જરૂરી સાધનોની મદદથી ભારે જહેમત બાદ વાછરડાને કોઈપણ ઇજા વિના સલામત રીતે બહાર કાઢ્યું હતું.  ઉલ્લેખનીય છે કે વાપી જીઆઈડીસી વિસ્તારમાં નવી બની રહેલી ગટર લાઈન અને વરસાદી પાણીની લાઈનના કામને કારણે અનેક સ્થળોઍ ખુલ્લી ગટરો રહી ગઈ છે.