Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ હેઠળ સ્વરોજગાર મેળો યોજાયો

પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ હેઠળ સ્વરોજગાર મેળો યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૪ ઃ જિલ્લા વહીવટી તંત્ર, વલસાડના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના સહયોગથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ અને જિલ્લા રોજગાર કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે પારડી પ્રજાપતિ હોલ, પારડી ખાતે મહિલા રોજગાર/સ્વરોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં વિવિધ ઉદ્યોગો(કંપનીઓ)ના કુલ ૭ નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. મેળામાં કુલ ૪૮૭ મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહ્ના હતા, જેમાંથી ૨૫૧ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી સ્થળ પર જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા અને રોજગાર માટેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.