Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

પારડી કોલેજની બાજુમાં મકાન ધરાશાયી થતાં સ્થાનિકો વ્હારે આવ્યા

પારડી કોલેજની બાજુમાં મકાન ધરાશાયી થતાં સ્થાનિકો વ્હારે આવ્યા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૪ ઃ પારડી કોલેજની બાજુમાં આવેલા વિસ્તારમાં રહેતા ચંપાબેન અર્જુનભાઈ પટેલનું મકાન ભારે વરસાદના કારણે અચાનક વચ્ચેના ભાગેથી ધરાશાયી થઈ ગયું હતું. ત્યારે વોર્ડ નંબર ઍકના સદસ્ય અને ઍમની ટીમે રેસ્ક્યુ કરી અમને બચાવી લીધા હતા ઘટનામાં મકાનના પતરા તૂટી પડતાં ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું હતું પારડી વોર્ડ નંબર ઍકના પારડી નગરપાલિકાના સદસ્ય સદસ્ય શિરીષભાઇ પટેલ અને બાલાખાડીના યુવાનો
સુર્યા પ્રીતેશ ધવલ નીતિનસાગર હિરેનરુચિતકૃણાલ પ્રણવ પટેલતુષાર ક્રિષ્ના પિનશુ અનુરાગજેનીલવિનયજીગ્નેશસાવન હિત નેહલ ની ટીમ તાત્કાલિક ચંપાબેન ના ઘરે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને જોતા
બનાવ સમયે ચંપાબેન પોતાના પુત્ર અને પુત્રી સાથે મકાનમાં હાજર હતા. જોકે સદનસીબે ત્રણેયનો ચમત્કારિક બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી તમામ યુવાનોઍ રેસ્ક્યુટ ચલાવ્યો હતો અને ત્રણે જણા ને બચાવી લીધા હતા મકાન ધરાશાયી થતાં જ જોરદાર અવાજ સાંભળી આસપાસના રહેવાસીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની સમયસરની મદદથી પરિવારના સભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદને કારણે નબળાં મકાનોમાં રહેતા લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. સ્થાનિકોઍ તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક સહાય અને નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર આપવા માંગ કરી છે.