Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

વલસાડમાં ખોટા દસ્તાવેજથી બેîક સાથે છેતરપિંડી કરનાર સામે ફરિયાદ

વલસાડમાં ખોટા દસ્તાવેજથી બેîક સાથે છેતરપિંડી કરનાર સામે ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ વલસાડ સ્થિત ઍસ.બી.પી.પી. કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ખોટા દસ્તાવેજો રજૂ કરી, બેંકને અંધારામાં રાખી ૧૫ લાખની કાર લોન મેળવી બેંક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવાના ગંભીર પ્રકરણમાં ઍક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વલસાડ તાલુકાના મેહ ગામના સત્સંગ ફળિયામાં રહેતા   યશ રશ્મિકભાઈ પટેલ નામના  ઇસમે  વલસાડ હાલર રોડ સ્થિત ઍસ.બી.પી.પી. કો-ઓપરેટિવ બેંકમાંથી નવી ટાટા નેક્સોન કાર ખરીદવા માટે ૧૫  લાખ ની કાર લોન મંજૂર કરાવી હતી. આ રકમ બેંક દ્વારા આર.ટી.જી.ઍસ.  મારફતે કાર ડીલર ‘સ્ટેલર ઓટો ડ્રાઈવ પ્રા.લી.’ને ચૂકવવામાં આવી હતી. નિયમ મુજબ વાહન ખરીદ્યા બાદ તેના આર.ટી.ઓ.  રજીસ્ટ્રેશનમાં બેંકના નામનું હાયપોથીકેશન કરાવવું ફરજિયાત હોય છે. પરંતુ યશ પટેલે વલસાડ આર.ટી.ઓ. માં  વાહનનું રજીસ્ટ્રેશન ઞ્થ્-૧૫-ઘ્ભ્-૩૨૦૯  કરાવતી વખતે બેંકનું નામ દાખલ કરાવ્યું ન હતું. ત્યારબાદ, બેંકમાં રજૂ કરવા માટે આર.ટી.ઓ. સ્કેન રિપોર્ટ, ટેક્સ ઇન્વોઇસ અને શો-રૂમ કસ્ટમર રિસિપ્ટની ખોટી ઝેરોક્ષ નકલો તૈયાર કરી હતી. આ બનાવટી દસ્તાવેજોમાં બેંકના નામે ખોટી હાયપોથીકેશનની ઍન્ટ્રી દર્શાવી, તે અસલ હોવાનો સિક્કો મારી બેંકમાં જમા કરાવી દીધા હતા. શરૂઆતમાં માત્ર ૪ માસિક હા ૩૯,૧૩૮ નિયમિત ભર્યા બાદ જુલાઈ ૨૦૨૪થી આરોપીઍ લોનના હા ભરવાનું  બંધ કરી દીધું હતું. બેંક દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં અને વાહન ઈન્સ્પેક્શન માટે રજૂ કરવા જણાવવા છતાં આરોપીઍ કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો.
બેંકે જ્યારે વલસાડ આર.ટી.ઓ. કચેરી ખાતે રૂબરૂ તપાસ કરી ત્યારે સ્ફોટક ખુલાસો થયો હતો કે આ વાહન ઉપર બેંકનો કોઈ બોજો નોંધાયેલ જ નહોતો.બેંકની મંજૂરી વગર અને લોનની બાકી રકમ ચૂકવ્યા વગર આરોપી યશ પટેલે આ કાર અન્ય ત્રાહિત વ્યક્તિને વેચી મારી બેંક સાથે કરોડોની ઠગાઈ આચરી હતી.આ સમગ્ર મામલે બેંકના ડેપ્યુટી મેનેજર યોગેશ મગનલાલ ભગત (રહે. પારડી) દ્વારા વલસાડ પોલીસ મથકમાં   આરોપી  યશ રશ્મિકભાઈ પટેલે  બેંક સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ  હાથ ધરી છે.