Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

સાપુતારામાં તા.૮ ઓગસ્ટથી ‘મોન્સૂન ફેસ્ટિવલ’

સાપુતારામાં  તા.૮ ઓગસ્ટથી ‘મોન્સૂન ફેસ્ટિવલ’


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
આહવા, તા. ૦૪ ઃ ગુજરાતના ઍકમાત્ર ગિરિમથક ઍવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ ચોમાસાની ઋતુમાં યોજાતા મેઘ મલ્હાર પર્વ નો ૨૦૨૬ નો ઉદ્ઘાટન સમારંભ સંભવિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા.૮ ઓગસ્ટના રોજ આયોજિત કરાયો છે.  ગુજરાત સરકારનાં પ્રવાસન વિકાસ નિગમ દ્વારા આયોજિત આ કાર્યક્રમના આયોજન સંદર્ભે ડાંગ જિલ્લા કલેક્ટર ઍન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને ઍક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરઍ વિવિધ વિભાગોના અધિકારીઓને, સંબંધિત કાર્યક્રમની આનુષાંગિક કામગીરીથી અવગત કર્યા હતા. સાથે આ કાર્યક્રમને અનુલક્ષી તેનુ સુચારૂ આયોજન ઘડી કાઢવા સૌ લાઇન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને આનુષંગિક કામગીરીની ફાળવણી કરી હતી.
દરમિયાન મહાનુભાવ માટે હેલીપેડ તૈયાર કરવા, ક્રાયક્રમના સ્થળે ડોમ/મંડપ/સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની કામગીરી, વાહન પાર્કિગ અને ટ્રાફિક નિયમનની કામગીરી, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્યની ટીમો, સફાઇ સેનીટેશન અને આંતરીક રસ્તા મરામત વિગેરેની કામગીરી બાબતે સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવાં સૂચના આપી હતી.
દરમિયાન પ્રવાસન વિભાગના મેનેજીંગ ડિરેક્ટર ડો.વિપિન ગર્ગે પણ ઓનલાઇન બેઠક યોજી સ્થાનિક અધિકારીઓને કાર્યક્રમના આયોજન સંદર્ભે માર્ગદર્શિત કર્યાં હતાં.  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  કુલદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર ડો.મયુર પરમાર, પ્રાંત અધિકારી યુ.વી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, કાર્યપાલક ઇજનેર કેતન કુંકણા સહિતના  અધિકારીઓ ઉપસ્થિત રહ્નાં હતાં.