ધરમપુરમાં મહેસૂલી કામોના વિલંબ અંગે કોîગ્રેસની રજુઆત
- byDamanganga Times
- 05 August, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૪ ઃ ધરમપુર તાલુકામાં છેલ્લા આશરે ઍક મહિનાથી પેઢીનામું, વારસાઈ, જાતિના દાખલા સહિત મહેસૂલના વિવિધ કામોમાં વિલંબ થતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે. આ ગંભીર મુદ્દે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ પટેલ ની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર રજૂ કર્યું હતું.
રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા પેઢીનામું, વારસાઈ, જાતિના દાખલા સહિત મહેસૂલને લગતી વિવિધ કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ઍક મહિનાથી આ કામગીરી બંધ થઈ ગઈ હોવાનું જણાવાયું છે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અરજદારોને રેવન્યુ તલાટી પાસે મોકલે છે, જ્યારે રેવન્યુ તલાટી પાસે પણ સમયસર કામગીરી થતી ન હોવાથી લોકોના મહત્વના કામો અટવાઈ રહ્ના છે.આ પરિસ્થિતિના કારણે ખેડૂતો, વિદ્યાર્થીઓ, સામાન્ય ગ્રામજનોને પણ પોતાના રોજિંદા મહેસૂલી કામો માટે કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્ના હોવાની બાબતે કોંગ્રેસ સમિતિઍ લેખિતમાં રજૂઆત કરી હતી સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે તો પ્રાંત કચેરી ખાતે ધરણાંની ચીમકી આપવામાં આવી છે.
