Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

રાતા ખાડીમાં કોઝવેમાં ડૂબી ગયેલા યુવકની લાશ ત્રીજા દિવસે મળી

રાતા ખાડીમાં  કોઝવેમાં ડૂબી ગયેલા યુવકની લાશ ત્રીજા દિવસે મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ વાપી નજીક રાતા ખાડીમાં રવિવારે સાંજે ન્હાવા પડેલો યુવક તણાઈ ગયો હતો જેની બે દિવસ ભારે શોધખોળ આજે ત્રીજા દિવસે દમણ નજીક પાતળીયા ચેપોસ્ટ નજીક ખાડીમાંથી લાશ મળી હતી. સૂત્રો દ્વારા પ્રા માહિતી મુજબ વાપી નજીક રાતા ખાડીમાં છીરીનો દીપક પાંડે નામનો ૨૬ વર્ષીય યુવક ખાડીના કોઝવે માં રવિવારે સાંજે ન્હાવા પડ્યો હતો જેમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયો હતો. ઘટનાની જાણ વાપી ફાયર બ્રિગેડ વિભાગને થતાં શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી કોઈ ભાળ ન મળતા આજે બીજા દિવસે સોમવારે પણ લશ્કર દ્વારા ખાડીમાં શોધખોળ હાથ ધરી પરંતુ બીજા દિવસે પણ મોડી સાંજ સુધી  યુવકની કોઈ ભાળ મળી ન હતી. ત્યારે આજે ત્રીજા દિવસે ૪૧ કલાક બાદ આ યુવકની લાશ ઉદવાડાના દમણ નજીક પાતળીયા ચેપોસ્ટ નજીકથી મળી આવી હતી જેને વાપીની લશ્કરની ટીમે બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.