Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

ઉમરગામના વૃદ્ધને ડિજિટલ ઍરેસ્ટ કરી રૂ. ૨૧.૨૬ લાખ પડાવ્યા

ઉમરગામના વૃદ્ધને ડિજિટલ ઍરેસ્ટ કરી રૂ. ૨૧.૨૬ લાખ પડાવ્યા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામે રહેતા અને વલસાડ કોર્ટના નિવૃત્ત રજિસ્ટ્રાર ઈશ્વરલાલ ભગવાનજી પટેલ ઉં.વ. ૬૨ સાયબર ઠગોની જાળમાં ફસાયા છે. સાયબર ભામટાઓઍ નરેશ ગોયલના કરોડોના મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનો અને આધારકાર્ડ પરથી સીમકાર્ડ ખરીદી ગેરકાયદે કામગીરી કરવાનો ડર બતાવી વૃદ્ધને ‘ડિજિટલ ઍરેસ્ટ’ કરી રૂ. ૨૧.૨૬ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે. ગત માર્ચ મહિનામાં ઈશ્વરલાલ પટેલના મોબાઈલ પર ઍક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે દિલ્હી ટેલિકોમ વિભાગ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેણે જણાવ્યું હતું કે, તમારા આધારકાર્ડ પરથી મુંબઈમાં સીમકાર્ડ ખરીદાયા છે અને તેના દ્વારા ગેરકાયદે જાહેરાતો તથા ફ્રોડ થઈ રહ્ના છે. ત્યારબાદ કાવ્યા શર્મા અને ‘પોલીસ ડાયરેક્ટર’ તરીકે ઓળખ આપનાર શખ્સોઍ વાતચીત કરી હતી.
ઠગોઍ વૃદ્ધને વિડીયો કોલ કરી ડરાવ્યા હતા કે મુંબઈની કૅનેરા બેંકના ઍક ખાતામાં મની લોન્ડરિંગના મુખ્ય આરોપી નરેશ ગોયલ તરફથી રૂ. ૫ લાખ જમા થયા છે, જેમાં બે મહિલાઓ અને ઍક ત્ભ્લ્ અધિકારી પણ સામેલ છે. સાયબર ઠગોઍ વિશ્વાસ જીતવા માટે સુપ્રીમ કોર્ટ, મુંબઈ પોલીસ જ્.ત્.ય્., ઘ્ગ્ત્ અને ચ્ઝ઼  ના સિક્કાવાળા બનાવટી આરેસ્ટ વોરંટ અને લેટરપૅડ વોટ્સઍપ પર મોકલ્યા હતા.
 ઠગોઍ વૃદ્ધને ધમકી આપી હતી કે આ સંવેદનશીલ કેસ હોવાથી ઘરમાં કે બહાર કોઈને જાણ કરવી નહીં. ઘરની બહાર પોલીસ ચોકી પહેરો ભરી રહી છે તેવું કહી તેમને ચોવીસે કલાક ઓનલાઈન નજર હેઠળ (ડિજિટલ ઍરેસ્ટ) રાખ્યા હતા. ઍટલું જ નહીં, વૃદ્ધ પાસે દર કલાકે ૅત્ ર્ી શ્વફૂષ્ટંશ્વદ્દજ્ઞ્િઁં દ્દં લ્જ્ઞ્શ્વ સ્જ્ઞ્સ્ર્ત્ર્ીક્ક ધ્ર્ત્ર્ીઁર્ીર્ી રૂફૂ ર્ીશ્વફૂ ર્સ્ન્ીશ્ફૂ. ર્થ્ીક્ક ત્ર્જ્ઞ્ઁફુ તેવો મેસેજ પણ બળજબરીથી લખાવતા હતા.
 સુપ્રીમ કોર્ટના ઓર્ડર અને ય્ગ્ત્ ની તપાસના નામે ઠગોઍ વૃદ્ધ પાસે રહેલી તમામ ડિપોઝિટ, લ્ગ્ત્ લ્ત્ભ્ અને મ્યુચ્યુઅલ ફંડની રકમ બંધ કરાવી પોતાના ખાતામાં જમા કરાવવા દબાણ કર્યું હતું. ડરના માર્યા વૃદ્ધે પોતાની બેંકમાંથી રૂ. ૨૧,૨૬,૦૦૦ ઠગો દ્વારા આપવામાં આવેલા ઁલ્શ્ક્ષ્ખ્ત્ફ જ્ત્ય્ચ્ લ્ચ્ય્સ્ત્ઘ્ચ્લ્ ભ્ય્ત્સ્ખ્વ્ચ્ ન્ત્પ્ત્વ્ચ્ઝ઼ઁ ના કલમબોલી, મુંબઈ સ્થિત ઍકાઉન્ટમાં ય્વ્ઞ્લ્ મારફતે ટ્રાન્સફર કરી દીધા હતા.
ત્યારબાદ વધુ રકમ માંગવામાં આવતા અને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં નિવૃત્ત રજિસ્ટ્રારે સમગ્ર મામલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા ઠગો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.