Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

પારનેરામાં ગ્રા.પં.ના સભ્યોને ધમકી મળતાં ઍસપીમાં રાવ

પારનેરામાં ગ્રા.પં.ના સભ્યોને ધમકી મળતાં ઍસપીમાં રાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ તાલુકાના પારનેરા ગ્રામ પંચાયત સભ્ય વિરેન્દ્ર વિનોદભાઈ શોભા  ઍ વલસાડ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી કે વલસાડ તાલુકાના પારનેરા પારડી ચિચવાડા જૂથ ગ્રામ પંચાયતની હદમાં  ગૌચરની જગ્યા સર્વે નંબર ૩૧૦ અને ૩૧૧માં આવેલી છે. જોકે આજ વિસ્તારમાં સુરતના ઍક બિલ્ડર દ્વારા મોટી જમીન ખરીદી કર્યા બાદ તેમાં મોટો પ્રોજેક્ટ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે આ પ્રોજેક્ટ માટે ૪૦ ફૂટનો રસ્તો બનાવવા માટે ગૌચરની જગ્યામાંથી ખોદકામ શરૂ કરાયું હતું. આ ખોદકામનો વિરોધ કરવામાં આવતા તેને ત્રાહિત ઈસમે   ફોન કરી બોલાચાલી કરી હતી, જે અંગે પંચાયતમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પારનેરા ગ્રામ  પંચાયત સભ્ય વિરેન્દ્ર શોભાઍ આક્ષેપ કર્યો છે કે, ભૂતકાળમાં પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કરવા બદલ પણ તેમને ધમકીઓ મળી હતી.
ગૌચર અને ભ્રષ્ટાચારની અદાવત રાખીને કેટલાક ત્રાહિત ઈસમો તથા હિતધરાકો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરી ‘ખાટલા વશ’ કરી દેવાનો માસ્ટરપ્લાન ઘડાયો હોવાની ચોક્કસ માહિતી તેમને મળી છે. જો મારી કે મારા પરિવાર સાથે કોઈ પણ અપ્રિય બનાવ બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી આ અસામાજિક તત્વો અને સંકળાયેલા લોકોની રહેશે. આવા ઈસમો કડક કાર્યવાહી અને રક્ષણની માંગ કરી છે.