Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

દમણમાં ગૌ સન્માન અભિયાન હેઠળ રેલી યોજી આવેદન અપાયું

દમણમાં ગૌ સન્માન અભિયાન હેઠળ રેલી યોજી આવેદન અપાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૩ ઃ  ‘ગાય સન્માન દિવસ’ નિમિત્તે, દમણમાં રાષ્ટ્રવ્યાપી ‘ગાય સન્માન આહવાહન અભિયાન’ ના બીજા તબક્કાના ભાગ રૂપે, દમણમાં કાર્યકરોઍ ૯,૩૭૫ નાગરિકોના હસ્તાક્ષરો સાથે મોટી દમણમાં કલેકટર કચેરીઍ પહોîચી જિલ્લા વહીવટીતંત્રને ઍક અરજી સુપરત કર્યુ હતું. કલેકટર વતી આ આવેદન પત્ર ડે. કલેકટર આરતી અગ્રવાલે સ્વીકાર્યુ હતું. આ અરજીમાં દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રિતબંધ મૂકવા અને ગાયને રાષ્ટ્રીય સન્માન આપવાની માંગ કરવામાં આવી હતી. આ ઝુંબેશ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓઍ જણાવ્યું હતું કે આ સહી ઝુંબેશ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના બીજા તબક્કાનો ઍક ભાગ છે. જેમાં દમણના ૨૨,૫૦૦ સહીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વિકાસભાઈ પટેલ, ઉજ્જવલ પટેલ, સિમ્પલબેન કાટેલા, નરેશ જાંગીડ, લીલાધરજી, સુખદેવજી સહિત ૨૦૦ થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ન આવે અને ગાયને રાષ્ટ્રીય માન્યતા ન મળે ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે.