Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

ભાઠી કરમબેલી- કાચપાડામાં મેડિકલ કીટ અને વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરાઈ

ભાઠી કરમબેલી- કાચપાડામાં મેડિકલ કીટ અને વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૩ ઃ ઉમરગામ તાલુકાના ભાઠી કરમબેલી કાચપાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. સરકારી તંત્ર, ઉદ્યોગકારો, સામાજિક સંસ્થાઓ અસરગ્રસ્તોને મદદરૂપ થવા અનાજ કીટ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની સહાય પહોંચાડી રહ્ના છે. સરકાર દ્વારા ગણતરીના સમયમાં જ અસરગ્રસ્તો અને નાણાકીય સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે. ઉમરગામ મેડિકલ ઍસોસિઍશન દ્વારા આજે અસરગ્રસ્ત વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ અને મેડિકલ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરગામ મેડિકલ સ્ટોર ના સંચાલકો દ્વારા જનસેવા ઍ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી કુદરતી આફતમાં અસરગ્રસ્તોને મદદ પહોંચાડી હતી. સંસ્થાના હોદ્દેદારો દ્વારા ગ્રામ પંચાયત સરપંચ દીપકભાઈ તથા સ્થાનિક આગેવાનોને દરેક પ્રકારની મદદ પુરી પાડવા ખાતરી આપી હતી. ઉમરગામ મેડિકલ ઍસોસિઍશન ના સભ્ય રત્નેશ્વર ચૌરશિયા ઍ અસર્ગ્રસ્ત વિસ્તારમાં લોકોને સાંત્વના આપી કપરા સમયમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે છે તેમ જણાવ્યું હતું.