Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

વેરિભવાડા આશ્રમશાળાનો માર્ગ અંતે ખુલ્લો મુકાયો

વેરિભવાડા આશ્રમશાળાનો માર્ગ અંતે ખુલ્લો મુકાયો


(દમણગંગા ટાઈમ્સ -તિનિધિ)
ચીવલ, તા.૩૧ઃ કપરાડા તાલુકાના વેરિભવાડા આશ્રમશાળા જતો માર્ગ ભારે વરસાદને કારણે ધોવાઈ જતાં અને કાદવ-માટી ભરાઈ જવાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના હતો.
માર્ગ બંધ થતાં કપરાડા તાલુકા પંચાયત દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સળંગ ત્રણ દિવસ સુધી સતત કામગીરી કરવામાં આવી. થ્ઘ્ગ્ સહિતની મશીનરી અને જરૂરી સાધનોની મદદથી રસ્તા પર જમા થયેલી માટી અને કાટમાળ દૂર કરવામાં આવ્યો તેમજ ધોવાઈ ગયેલા ભાગોનું સમારકામ કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસની સતત મહેનત બાદ માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. હવે વેરિભવાડા આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક લોકો સરળતાથી અવરજવર કરી શકશે. માર્ગ શરૂ થતાં ગ્રામજનોઍ રાહતનો શ્વાસ લીધો છે અને તાલુકા પંચાયતની ઝડપી કામગીરીની પ્રશંસા કરી છે.
સ્થાનિકોઍ જણાવ્યું કે ચોમાસા દરમિયાન આ માર્ગ પર વારંવાર મુશ્કેલી સર્જાતી હોવાથી ભવિષ્યમાં કાયમી ઉકેલ લાવવામાં આવે તો વિસ્તારના લોકોને લાંબા ગાળે લાભ મળશે. હાલ તો ત્રણ દિવસની સતત કામગીરી બાદ માર્ગ ખુલ્લો થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે.