આલીપોરમાં સાવકા ભાઈ સામે સગીર બહેન સાથે દુષ્કર્મની ફરિયાદ
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૩૧ ઃ ચીખલીના આલીપરમાં સાવકા ભાઈઍ સાવકી સગીર બહેનને નવા કપડાં અને નવા મોબાઈલ ફોન લઈ આપવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતા માસીઍ ચીખલી પોલીસ મથકમાં આવી સાવકા ભાઈ વિરુંધ ફરિયાદ નોંધાવી છે.
આલીપર અઢાર પીર સ્મશાન ભૂમિ પાસે રહેતા નયન ઉર્ફે નરેન્દ્ર વિનોદ બુટીયા જેની પત્ની ચારેક માસ અગાઉ ગુજરી ગયેલ હોય અને ફોઈની સાવકી દીકરી જે સગીર વયની હોવાનું જાણવા છતાં મોટી દીકરીને નવા કપડાં અને નવો મોબાઈલ લઈ આપવાની વાતો કરી લલચાવી ફોસલાવીને મે મહિનામાં અવર નવર શારીરિક સંબંધ બાંધ્યા હતા જોકે નયન બુટીયા ઍ ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી બનાવી વાતો કરતા જે પિતાને ખબર પડતા પિતાઍ દીકરીની માસી ને બોલાવી તપાસ કરતા નયને નવા કપડાં અને નવા મોબાઈલ લઈ આપવાની વાતો કરી દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવતા સગીર દીકરીની માસીઍ વાંકાનેર જિલ્લો મોરબી થી આવી ચીખલી પોલીસ મથકમાં સાવકો ભાઈ નયન બુટીયા વિરૂધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો ઍકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઈ પીબી પટેલિયાઍ હાથ ધરી છે.
