વાપી-ગુંજનનાં રહીશો માટે વરસાદથી બચવા મફત પાર્કિંગની સુવિધા અપાશે
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૩૧ ઃ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે ગત સાહ જેવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ગુંજન વિસ્તારના સ્ત્ઝ઼ખ્ ૩૬૦જી દ્વારા જનહિતને ધ્યાનમાં રાખીને ગુંજન અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ માટે પોતાની સમગ્ર ર્પાકિંગ જગ્યા સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. ભારે વરસાદ દરમિયાન લોકો પોતાના બાઇક, કાર સહિતના વાહનોને સુરક્ષિત સ્થળે પાર્ક કરી શકે તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
સંચાલકોના જણાવ્યા મુજબ આ ર્પાકિંગમાં પ્રકાશની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ૨૪હૃ૭ સિક્યુરિટી ગાર્ડની દેખરેખ રાખવામાં આવશે જેથી વાહનોની સુરક્ષા સુનિડ્ઢિત થાય.
આ સેવા કોઈપણ પ્રકારના ચાર્જ વિના માત્ર અને માત્ર જનહિત અને સાવચેતીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. સ્ત્ઝ઼ખ્ ૩૬૦જી ના પ્રવક્તાઍ જણાવ્યું કે છેલ્લા વરસાદમાં અનેક પરિવારોના વાહનોને નુકસાન થયું હતું.
તેને ધ્યાનમાં રાખીને અમે આ પહેલ કરી છે. ગુંજન વિસ્તારના કોઈપણ નાગરિક ભારે વરસાદ દરમિયાન પોતાના વાહનને સુરક્ષિત રાખવા માટે આ સુવિધાનો લાભ લઈ શકે છે. સ્ત્ઝ઼ખ્ ૩૬૦જી, ગુંજન નજીક, વાપી સંપર્ક નંબર ૭૩૫૯૫૧૦૦૦૦ સંચાલકો દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે જેથી ભારે વરસાદ દરમિયાન કોઈના વાહનને નુકસાન ન થાય અને લોકો આ મફત સુવિધાનો મહત્તમ ઉપયોગ કરી શકે.
