Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

પારડી પંથકમાં પવન સાથે વરસાદથી જનજીવન ખોરવાયું

પારડી પંથકમાં પવન સાથે વરસાદથી જનજીવન ખોરવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૩૧ ઃ પારડી પંથકમાં વાવાઝોડાની આગાહીને પગલે આજરોજ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને દિવસ દરમિયાન ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયો હતો. તો બીજી તરફ શાળા કોલેજમાં રજા આપી દેવામાં આવી હતી. વાવાઝોડાની આગાહી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી જેના પગલે આજે તા. ૩૦ મી જુલાઈને શુક્રવારે શિક્ષણ વિભાગ વલસાડ દ્વારા પારડી પંથકની શાળા -કોલેજમાં વિદ્યાર્થીઓની સાવચેતીના પગલે રજા જાહેર કરવામાં આવતા તમામ શાળા અને કોલેજ પારડી તાલુકામાં બંધ રહ્ના હતાં વાવાઝોડાના પગલે વહેલી સવારથી ધીમે વરસાદ ચાલુ થયો હતો અને બપોર સુધી ધીમો વરસાદ રહ્ના બાદ બપોર બાદ અતિ ભારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. અતિ ભારે વરસાદના કારણે વરસાદી પાર નદી ફરીથી છલકાઈ ગઈ હતી. બે દિવસ વરસાદ બંધ રહ્ના બાદ ફરીથી વરસાદ ચાલુ થઈ જતા અને વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ જતા જનજીવન ખોરવાયો હતો વાવાઝોડાની આગાહી સાચી ઠરી છે અને ફરીથી આજે શુક્રવારથી વરસાદ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ ખેડૂતોને પણ રાહત મળી છે વરસાદ ચાલુ થઈ જતા ખેડૂતોના ખેતર છલોછલ ભરાઈ ગયા છે અગાઉ પડેલા વરસાદના પગલે ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થયું હતું અને ખેડૂતોઍ ફરીથી રોપણી કરવા પડી હતી હવે જ્યારે ફરીથી વરસાદ ચાલુ થયો છે. ત્યારે ખેડૂતોને નુકસાન ન થાય ઍવી પ્રાર્થના ખેડૂતો ભગવાનને કરી રહ્ના છે.