Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

ધરમપુરના મધુરીમાં દીપડાઍ વાછરડાનું મારણ કર્યુ

ધરમપુરના મધુરીમાં દીપડાઍ વાછરડાનું મારણ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૩૧ ઃ   ધરમપુર તાલુકાના મધુરી ગામમાં જંગલી પ્રાણીઓનો આતંક યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. દોઢેક મહિનાના સમયગાળામાં ઍક પછી ઍક બનતી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં સુરક્ષાની ચિંતા વધી રહી છે. ગત રાત્રે અંદાજે ૩ઃ૩૦ વાગ્યે મધુરીગામના પટેલ ફળિયામાં રહેતા કૈલાશભાઈ મધુભાઈ મળઘારીયાના ઘરમાં બાંધેલા વાછરડા પર દીપડાઍ હુમલો કર્યો હતો. દીપડાઍ વાછરડાના ગળાના ભાગે પકડી તેને મારી નાખ્યું હતું. જોકે વાછરડાના ગળામાં દોરડું બાંધેલું હોવાથી દીપડો તેને ખેંચી લઈ જવામાં નિષ્ફળ રહ્ના હતો. આ ઉપરાંત કૈલાશભાઈના ઘરની બાજુમાં રાખેલા મરઘાંમાંથી ઍક મરઘી દીપડો ઉપાડી ગયો હતો, જ્યારે ઍક મરઘીના બચ્ચાને મારી નાખ્યું હતું. ત્યારબાદ નજીકમાં રહેતા રામુભાઈ શંકરભાઈ પવારના ઘરેથી પણ દીપડો ઍક મરઘું લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.