આજે વલસાડ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઅો ચાલુ રહેશે
- byDamanganga Times
- 01 August, 2026
વાપી, તા.૩૧ ઃ વલસાડ કલેક્ટરની સૂચના અનુસાર તથા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તા.૦૧/૦૮/૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લાના તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-ઍઇડ, ખાનગી શાળાઓ તથા આંગણવાડીઓ નિયમિત રીતે ચાલુ રહેશે.પરંતુ, સ્થાનિક વરસાદ, માર્ગોની સ્થિતિ તથા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, સંસ્થાના આચાર્ય/મુખ્યશિક્ષક જરૂરી જણાય તો પોતાની સંસ્થા માટે રજા જાહેર કરી શકશે.
