Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

દમણ-સેલવાસમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા લોકસભામાં ઉમેશ પટેલે મુદ્દો ઉઠાવ્યો

દમણ-સેલવાસમાં આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા લોકસભામાં ઉમેશ પટેલે મુદ્દો ઉઠાવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૩૧ ઃ દમણ અને સેલવાસમાં આધુનિક બસ સ્ટેન્ડ તથા બસ ડેપો બનાવવાની માંગને લઈને વલસાડ ઍસ.ટી. કર્મચારી મંડળના ધનસુખ પટેલે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા-નગર હવેલીના સાંસદ ઉમેશભાઈ બી. પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈ સાંસદે લોકસભામાં નિયમ-૩૭૭ હેઠળ મુદ્દો રજૂ કરી ચર્ચા માટે સમય ફાળવવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ વલસાડ ઍસટી વિભાગના ધનસુખ ભાઈ પટેલ દ્વારા દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ ને પત્ર લખી  જણાવાયું છે કે વર્ષ ૧૯૬૦થી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીઍસઆરટીસી)દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસમાં જાહેર પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે.   બંને સ્થળોઍ મુસાફરોને અનુકૂળ ઍવા આધુનિક બસ સ્ટેન્ડ અને બસ ડેપોની સુવિધા ઉપલબ્ધ નથી. બને સ્થાને જરૂરી જમીન સંપાદન કરીને આધુનિક બસ ડેપો નુ બિલ્ડિંગ અને બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ અહીં મોટી સંખ્યામાં આવતા કામદારો, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને માસિક પાસ સહિતની અન્ય મુસાફરી સુવિધાઓ, જે છેલ્લા આઠ વર્ષોથી બંધ હોવાનું જણાવાયું છે, તેને ફરી શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ મુદ્દે સાંસદ ઉમેશભાઈ બી. પટેલે લોકસભાના સભાપતિને પત્ર લખી ચર્ચા માટે સમય ફાળવવાની વિનંતી કરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.