વશિયરની શાળા ચાલુ રહેતાં આડ્ઢર્ય
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે, આ જાહેરનામાનો ભંગ કરીને વલસાડના વશિયર ખાતે આવેલા માણેક બાગ સ્થિત ‘શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા’ ખુલ્લી રાખવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. સરકારી આદેશ હોવા છતાં આ શાળામાં અંદાજે ૮૪ જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બોલાવવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના આદેશની અવગણના કરીને શાળા ચાલુ રખાતા સ્થાનિકો અને વાલીઓમાં ભારે આડ્ઢર્ય અને સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર બાબતે શાળાના ટ્રસ્ટીઍ દાવો કર્યો હતો કે, વિસ્તારમાં વરસાદ વધુ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં ઍવું પણ રટણ કર્યું હતું કે આ અંગે સંબંધિત અધિકારીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા સુરક્ષાના કાર્યોને ધ્યાને રાખીને રજાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, ખાનગી શાળા દ્વારા આ રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને શાળા ચાલુ રાખવા સામે હવે અનેક સવાલો ઊઠી રહ્ના છે.
