Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

ગણદેવી તાલુકામાં સાંજે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાવા મળ્યું

ગણદેવી તાલુકામાં સાંજે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાવા મળ્યું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૩૧ ઃ  હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની તીવ્ર આગાહી કરવામાં આવી હતી. દરમ્યાન શુક્રવાર સાંજે ૬ કલાક દરમિયાન વીતેલા ૧૨ કલાક માં ગણદેવી માં ૯૨ મીમી (૪ ઇંચ) વરસાદ વરસ્યો હતો. દિવસ દરમ્યાન કાવેરી નદીની જળસપાટી માં ૫.૫ ફૂટ અને અંબિકા નદીની જળ સપાટી માં ૬.૪ ફૂટ નો વધારો નોંધાયો હતો તે સાથે કાવેરી નદી (ભય જનક ૧૯ ફૂટ) થી ૧ ફૂટ વધી ૨૦ ફૂટ અને અંબિકા નદી ૧૮.૧૪ ફૂટે વહેતી થઈ હતી. લોકમાતા ઓની જળ સપાટીમાં તોતિંગ વધારા નાં કારણે લોકો અજંપા ભરી સ્થિતિમાં મુકાયા હતા.
હવામાન વિભાગની ભારે વરસાદ ની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ શરૂ થયો હતો. દિવસભર અવિરત વરસાદ વરસતા અષાઢી માહોલ સર્જાયો હતો. વર્તમાન ચોમાસાની ઋતુ દરમ્યાન ગણદેવી ૧૮૨૪ મીમી (૭૨.૯૬ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ગણદેવા ગામે ખારેલ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર ૧૮ પૈડાંનો તોતિંગ ટ્રક નં. આરજે-૩૨-જીબી-૯૦૯૨ ગટરમાં ફસાયો હતો. જ્યારે સર્વિસ રોડ ઉપર ઍક વૃક્ષ પણ પડ્યું હતું. જેને કારણે અર્ધા સર્વિસ રોડ ઉપર અવરોધ સર્જાયો હતો. સાાહ અગાઉ ભયાવહ પૂર ની શાહી સુકાઈ નથી ત્યાં ફરી સાંબેલાધાર વરસાદ ઍ છડી પોકારતા લોકોના જીવ પડીકે બંધાયા છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ સજ્જ છે.