ધરમપુર પંથક જળબંબાકાર
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૧ ઃ આજે બપોરે ૧૨ વાગ્યા બાદ ધરમપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાઍ ધમાકેદાર બેટિંગ કરતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં અંદાજે ૨૦૦ મીમી (સાડા સાત ઇંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન -ભાવિત બન્યું હતું. ધરમપુરના વાવ–આસુરા ચોકડી ખાતે ભારે -માણમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત કોઠી ફળિયા, બસ ડેપો વિસ્તાર, જુના ઍસટી ડેપો તેમજ કૈલાશ રોડ કોઝવે ઉપરથી પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
દર વર્ષે વરસાદ દરમિયાન ધરમપુર ઍસટી ડેપો વિસ્તારમાં રાબેતા મુજબ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે મુસાફરો, વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક નાગરિકો તેમજ તેમજ દુકાનદારોની માંગ ઉઠી છે કે પાલિકા તંત્ર દ્વારા ઍસટી ડેપો સહિત પાણી ભરાતા વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપી અને કાયમી નિકાલ થાય તેવી યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો સ્થાયી ઉકેલ મળી શકે.
