Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

વાપીની કેબીઍસ કોલેજમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ

વાપીની કેબીઍસ કોલેજમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ કેબીઍસકોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ, વાપીનાફલ્લ્ યુનિટે કોલેજ ઓડીટોરીયમમાં ગુરુ પૂર્ણિમાની ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. વિદ્યાર્થીઓના જીવન અને ચારિત્ર્ય ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીની શરૂઆત પરંપરાગત વિધિવત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, ત્યારબાદ સદર કોલેજનાગુરુઓને ફલ્લ્ સ્વયંસેવકોઍ સ્વહસ્તે બનાવેલસ્મૃતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં માર્ગદર્શકઅને જ્ઞાનના સ્ત્રોત તરીકે શિક્ષકોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.સભાને સંબોધતા, પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓને શિસ્ત, સમર્પણ અને જીવનભર શિક્ષણનામૂલ્યોનેજાળવી રાખવા પ્રેરણા આપી હતી.  કાર્યક્રમનું સંચાલન તેમજ વ્યવસ્થા કોલેજના ફલ્લ્ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ તેમજ તેમની ટીમ અને સ્વયંસેવકો દ્વારા  કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણેદરેક ગુરુઓનાઆદર માટે ફલ્લ્સ્વયંસેવકોનોઆભાર માની સેવા અને નૈતિક આચરણ દ્વારા સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે શુભેચ્છા પાઠવી હતી.