Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

પારડીની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ

પારડીની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૧ ઃ પારડી સ્થિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઈ સ્કુલ માં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વાધ્યાય મંડળના ગુરુજી ડૉ. મેહુલભાઈ મહેતાઍ વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું કે ગુરુ ુ જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક છે. વિદ્યાલયના ટ્રસ્ટી રાજેશભાઈ રાણાઍ જીવનના સર્વાંગી વિકાસ માટે ગુરુનું મહત્વ દર્શાવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની ઉર્વીબેને ગુરુ મહિમા વિષય પર સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું.
ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓઍ ગુરુવંદનાના દોહાઓનું ભાવપૂર્વક ગાન કર્યું હતું. ઉપરાંત નાના બાળકો વિવિધ ઋષિ-મુનિઓના વેશ ધારણ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્ના હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ગુરુજનોના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો