ધરમપુરમાં પૂર અસરગ્રસ્ત પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૧ ઃ છેલ્લા કેટલાક દિવસોથી ધરમપુર તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે અનેક પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. આવી પરિસ્થિતિમાં વરસાદથી અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, આંબા તલાટ બેઠકના જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપભાઈ પટેલ, ઉગતા ગામના સરપંચ સુરેશભાઈ કાનાત, કેળવણી ગામના સરપંચ નરેશભાઈ પવાર, ભેંસધરા ગામના સરપંચ ભરત ઢાભકિયા, બરૂમાળના પૂર્વ સરપંચ રમતુભાઈ, આંબા તલાટના પૂર્વ સરપંચ જયંતિભાઈ તેમજ વિવિધ ગામોના આગેવાનોની ઉપસ્થિતિમાં લાભાર્થી પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંબા તલાટ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા કેળવણી, પાનવા, ટીટુ ખડક, બરૂમાળ, આંબા તલાટ અને ભેંસધરા સહિતના ગામોમાં અસરગ્રસ્ત પરિવારો સુધી અનાજની કીટ પહોંચાડવામાં આવી હતી.
