Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

વાપીની આર.ઍસ. ઝુનઝુનવાલા સ્કુલમાં શપથગ્રહણ સમારોહ યોજાયો

વાપીની આર.ઍસ. ઝુનઝુનવાલા સ્કુલમાં શપથગ્રહણ સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ આર.ઍસ. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ, વાપી ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે સ્ટુડન્ટ કાઉન્સિલના ચૂંટાયેલા પ્રતિનિધિઓના શપથગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ તથા આચાર્યા સુચિતા ચારીના માર્ગદર્શન હેઠળ લોકશાહી પદ્ધતિથી વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓઍ હોદ્દાની જવાબદારી સંભાળી શપથ લીધા હતા. સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડીવાયઍસપી તથા ઍસડિપીઓ વાપી બી. ઍન. દવે ઉપસ્થિત રહ્ના હતા. તેમની સાથે મહાનગર પાલિકા વાપીના નેતા જયેશ કંસારા, બકુલ મહારાજ, ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્ટી હર્ષ રાઠોડ, આચાર્યા સુચિતા ચારી, ફાઇનાન્સ સેક્રેટરી દીપ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓઍ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. મુખ્ય અતિથિ બી. ઍન. દવેઍ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નેતૃત્વ માત્ર હોદ્દો નથી, પરંતુ જવાબદારી, શિસ્ત, સેવા અને ટીમભાવનાથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, જવાબદારીની ભાવના, શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને લોકશાહી મૂલ્યોનો વિકાસ કરવાનો હોવાનું શાળા સંચાલન દ્વારા જણાવાયું હતું.