Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

કાંઠા વિસ્તારમાં મીઠા અગરિયાઓને થયેલા નુકસાનનીનો ધારાસભ્યઍ તાગ મેળવ્યો

કાંઠા વિસ્તારમાં મીઠા અગરિયાઓને થયેલા નુકસાનનીનો ધારાસભ્યઍ તાગ મેળવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડના ધારાસભ્ય  ભરતભાઈ પટેલ દ્વારા કાંઠા વિસ્તારમાં મીઠા અગરિયાઓને થયેલા નુકસાન અંગે સ્થાનિક અગરિયાઓ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અગરિયાઓ પાસેથી તેમની સમસ્યાઓ, થયેલા નુકસાન તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મીઠા અગરિયાઓના પ્રશ્નોને લઈને થોડા સમય અગાઉ સંબંધિત મંત્રીમંડળ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર, વલસાડને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. અગરિયાઓને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી તેમને જરૂરી સહાય અને રાહત મળે તે માટે સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય  ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગરિયા સમાજના હિત અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર ગંભીર છે. અગરિયાઓને મુશ્કેલીના સમયમાં ઍકલા છોડવામાં નહીં આવે અને તેમને યોગ્ય સહાય મળે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે.