નાનાપોંઢા - કપરાડામાં પૂરગ્રસ્તોને રૂ. ૨.૧૬૯૬ કરોડની સહાય ચૂકવાઈ
- byDamanganga Times
- 31 July, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૩૦ ઃ નાનાપોંઢા તાલુકામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી આપત્તિ વચ્ચે અસરગ્રસ્તોને સહાઈ આપવા વરસતા વરસાદ,ચેકડેમોમાં. પાણી, ડુંગરાળ વિસ્તાર સહિતની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રીઓની ટીમે જમીની સ્તરે પહોંચીને લોકોની મદદ કરી છે. અત્યાર સુધીમાં રૂ.૨.૧૬૯૬ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે, જે અસરગ્રસ્તોને આર્થિક ટેકો આપવામાં ખૂબ મદદરૂપ બનશે.જેમાં માનવ મૃત્યુના કુલ ૫ કેસોમાં અત્યાર સુધી ૨ પરિવારોને ૪.૪ લાખ રૂપિયાની સહાય ચૂકવી દેવાઈ છે.
જ્યારે દસ્તાવેજોની અપુરતતા સહિતના મુદ્દે ૩ પરિવારોની સહાઈ બાકી છે.તો સાથે ૩૫ અસરગ્રસ્ત ગામોમાં ૨૧.૨ લાખનું કેશ ડોલ્સ ચૂકવી દેવાઈ છે.નાનાપોંઢા તાલુકામાં ૫ માનવ મૃત્યુ, ૨૪૩ પશુઓના મોત,૧૪૮ કાચા પાકા મકાનોને નુકશાન ૧૨૧૧ ઘરોમાં ઘર વખરી,કપડાં સહિતને નુકશાન ના રિપોર્ટ કરાયા છે. નાનાપોંઢા ટી. ડી.ઓ.પ્રીતેશ બારિયા ઍ જણાવ્યુકે અસરગ્રસ્તોને ત્વરિત સહાય મળે તેવા અમારા.પ્રયાસો છે,અત્યાર સુધી ૨.૧૬ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે, બીજી તરફ કેટલાક.કિસ્સાઓમાં દસ્તાવેજો બાકી સહિતના મુદ્દે સહાય બાકી છે તે પણ ટૂંકમાં ચૂકવી દેવાશે. જ્યારે કપરાડા તાલુકામાં મકાન સહાય પેટે ૫૧ અસરગ્રસ્તોને ૧૪.૨૭ લાખ,૧ માનવ મૃત્યુ કિસ્સામાં કાર્યવાહી ચાલુ,ઘર વખરી, કપડાં સહાય પેટે ૨.૧૫.લાખ,કેશ ડોલ પેટે ૨૭૭૦૦ હજાર ચૂકવી દેવાયા છે.
