ધરમપુર ડેપોને નવી ૬ મીની બસોની ફાળવણી
- byDamanganga Times
- 31 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનધિ)
ધરમપુર, તા. ૩૦ ઃ રાજ્ય સરકાર દ્વારા ધરમપુર ઍસટી ડેપોને કુલ ૬ નવી મીની બસોની ફાળવણી કરવામાં આવતા આજરોજ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી બસોના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરીઍ લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના પ્રયાસો અને ભલામણના પરિણામે ધરમપુર ડેપોને આ નવી બસોની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ઉપરાંત, આગામી સમયમાં વધુ ચાર નવી મીની બસો પણ ધરમપુર ડેપોને ફાળવવામાં આવશે, જેથી જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.નવિ બસ ના પ્રસ્થાન સમયે ધરમપુર ઍસટી ડેપોના ડેપો મેનેજર, ઍસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
