દમણમાં વરસાદથી અસરગ્રસ્તોને વળતર તથા રાહત પેકેજ આપો ઃ કેતન પટેલ
- byDamanganga Times
- 31 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૩૦ ઃ દમણમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદ અને જળભરાવને કારણે અસરગ્રસ્ત પરિવારો, વેપારીઓ તથા માછીમારોને તાત્કાલિક વળતર અને રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ સાથે દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કેતન પટેલે પ્રશાસક પ્રફુલ પટેલને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ભારે વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ઘરો, દુકાનો, નાના-મોટા વેપાર-ધંધા તેમજ વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત માછીમારોને પણ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હોવાથી સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી પરિવારો, વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને માછીમારોને વળતર ચૂકવવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે
કેતન પટેલે જણાવ્યું કે પ્રશાસને માનવતાના અભિગમ સાથે અસરગ્રસ્ત નાગરિકોને વહેલી તકે રાહત અને જરૂરી સહાય પૂરી પાડવી જોઈઍ.
