Damanganga Times.

Damanganga Times.

July 31, 2026

વાપી મનપાઍ તાત્કાલીક ફોલ્ડીંગ બોટ ખરીદી

વાપી મનપાઍ તાત્કાલીક ફોલ્ડીંગ બોટ ખરીદી


હાલમાં જયારે વરસાદને કારણે ઍલર્ટ જાહેર કરાયેલા છે ત્યારે અને તાજેતરમાં પૂર પ્રકોપના ભયાનક અનુભવ પછી વાપીમાં પૂર જેવી આપત્તિના બચાવ માટે તાત્કાલીક ધોરણે વાપી મહાનગરપાલિકાઍ  ઍક સાથે ૧૨  વ્યક્તિને બચાવી શકાય ઍવી ફોલ્ડિંગ બોટ ખરીદી છે. આ બોટને મશીનથી હવા ભરી તૈયાર કરવામાં આવે છે. જે બાદ તે હલેસાથી પણ ચલાવાય છે ઉપરાંત  મીની જનરેટર મીટરથી પણ ચાલે છે. હાલ આ બોટ નું લાખમદેવ તળાવમાં પરીક્ષણ પણ કરી દેવામાં છે. વાપી મનપાઍ કોઈપણ કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો નાગરિકો વાપી મહાનગરપાલિકાના ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર ૦૨૫૦-૨૮૭૫૪૮૦ પર તાત્કાલિક સંપર્ક કરી શકે છે. મહાનગરપાલિકાઍ તમામ નાગરિકોને સાવચેત રહી તંત્રના માર્ગદર્શનનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી કોઈ જાનહાનિ કે નુકસાન ટાળી શકાય.