પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને સત્વરે સહાય માટે ત્વરિત કામગીરી કરો ઃ જીતુ વાઘાણી
- byDamanganga Times
- 31 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીઍ તાજેતરમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મોહનગામ અને પુનાટ દેડકિયા તળાવ વિસ્તારની મુલાકાત લઈ તેમણે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ઍ રીતે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે તેમણે અંબિકા નદી કાંઠે પુર અસરગ્રસ્ત સોનવાડી, સાલેજ અને ગડત ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અસરગ્રસ્ત ગ્રામજનો સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી.
મોહનગામ અને પુનાટમાં મંત્રીઍ પૂર પ્રભાવિત વિસ્તારોના ખેડૂતો સાથે સીધો સંવાદ કરી નુકસાનીની વાસ્તવિક માહિતી મેળવી હતી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કર્યા બાદ, તેમણે જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક ધોરણે જરૂરી સહાય પહોંચાડવા માટે સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વધુમાં, ખેતીવાડી અધિકારીને ખેતી પાકો અને જમીનને થયેલા નુકસાનનો સઘન સર્વે કરી, આંકડા ઍકત્રિત કરવા અને નિયમાનુસાર વળતર અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. જયારે ગણદેવી તાલુકામાં તેમણે નવસારી જિલ્લામાં ગણદેવીની તાલુકાની મુલાકાત દરમ્યાન તેમણે કલેક્ટર મનીષ ગુરવાની પાસેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત, બચાવ, પુનઃસ્થાપન અને નુકસાનીના સર્વેની વર્તમાન પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી પૂરી મેળવી હતી. અને તમામ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતાં કે દરેક અસરગ્રસ્ત ગામમાં મકાન અને પશુધનના નુકસાનનો સર્વે સંપૂર્ણ પારદર્શક, સચોટ અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી રાજ્ય સરકારના નિયમો મુજબ અસરગ્રસ્તોને સહાયનો લાભ ઝડપથી પહોંચાડી શકાય.
વલસાડ જિલ્લામાં મોહનગામ અને પુનાટની મુલાકાત દરમ્યાન આ મુલાકાત દરમિયાનં તેમની સાથે રાજ્યના નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ભરતભાઈ પટેલ, જી.પ. પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સહિતના વહીવટી અધિકારીઓઍ ઉપસ્થિત પણ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. જયારે ગણદેવી તાલુકાની મુલાકાત વેળા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, પ્રાંત અધિકારી મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, શાંતિલાલ પટેલ, શૈલેષ હળપતિ, અલ્પેશ નાયક, સંદીપ નાયક સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં.
