Damanganga Times.

Damanganga Times.

July 31, 2026

વાપીના વેપારી પાસે ૨.૧૨ કરોડ પડાવનાર ઍકની ધરપકડ

વાપીના વેપારી પાસે ૨.૧૨ કરોડ પડાવનાર ઍકની ધરપકડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૩૦ ઃ વાપીના જમીન ખરીદ-વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઉત્પલભાઈ બળદેવભાઈ પારેખ*ઍ જમીનની પરવાનગી અપાવવાના બહાને રૂ. ૨.૧૨ કરોડથી વધુની છેતરપિંડી થયાની ફરિયાદ ગઈકાલે વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને ઍકની ધરપકડ કરી છે.
ફરિયાદ મુજબ ઉત્પલભાઈ છેલ્લા ૫ વર્ષથી વલસાડ જિલ્લામાં ૭૩/ઍઍ અને વાણી જમીનના વેચાણ માટે કલેક્ટર અને મહેસૂલ વિભાગની પરવાનગીનું કામ કરે છે. વર્ષ ૨૦૨૪માં વાપી તાલુકાની ઍક જમીનની ફાઈલ અંગે તેમનો સંપર્ક વાપીના રાજેશ ગૌતમ સાથે થયો હતો. રાજેશે પોતાની ઓળખ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા કન્સલ્ટન્ટ તરીકે આપી હતી.
ઉત્પલભાઈને તા. ૧૪/૦૩/૨૦૨૪ના રોજ રાજેશ ગાંધીનગર લઈ ગયો હતો. ત્યાં રાજેન્દ્ર ઍમ. જેકડિયા નામના વ્યક્તિને મળાવ્યો હતો. રાજેન્દ્રઍ પોતાને મહેસૂલ વિભાગના વર્ગ-૨ના અધિકારી તરીકે ઓળખ આપી અને ૩ મહિનામાં કામ પૂર્ણ કરાવી આપવાની બાંહેધરી આપી હતી. આરોપીઓઍ અલગ-અલગ તારીખે રોકડ અને ઓનલાઈન મળીને અત્યાર સુધીમાં કુલ રૂ. ૨.૧૨ કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. કામ ન થતાં છેતરપિંડીનો ભોગ બન્યાનું સમજાતા ઉત્પલભાઈઍ ફરિયાદ કરી હતી. ગુનો નોંધાયા બાદ વાપી જીઆઇડીસી પોલીસે ત્રણમાંથી ઍક આરોપી રાજેન્દ્ર જેકડિયાની ધરપકડ કરી છે અને બાકીના બે આરોપીઓની શોધખોળ તથા વધુ તપાસ હાથ ધરી છે.