Damanganga Times.

Damanganga Times.

July 31, 2026

દમણની શાળાઅોમાં જળજન્ય રોગો અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

દમણની  શાળાઅોમાં જળજન્ય રોગો અંગે જાગૃતિ સેમિનાર યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૩૦ ઃ રાષ્ટ્રીય વેક્ટરજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલા ઍન્ટી-ડેન્ગ્યુ મહિના નિમિત્તે દમણની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ વેક્ટરજન્ય રોગોથી બચાવ અંગે શપથ લીધી અને જનજાગૃતિનો સંદેશ આપ્યો. દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગણેશ વર્ણેકરે જણાવ્યું કે, શાળાઓમાં નોડલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ડેન્ગ્યુ સહિતના વેક્ટરજન્ય રોગો, તેના નિવારણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો તેમજ સમાજમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.
શિક્ષણ વિભાગ પણ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપી રહ્નાં છે. વિભાગે તમામ નાગરિકોને વેક્ટરજન્ય રોગોની અસરકારક રોકથામ માટે સ્વચ્છતા જાળવવા અને નિવારક પગલાં અપનાવી આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે.