Damanganga Times.

Damanganga Times.

July 31, 2026

મોટી પલસાણમાં બીઍસઍનઍલ ટાવર અઠવાડિયાથી બંધ, ગ્રામજનો મુશ્કેલીમાં

મોટી પલસાણમાં બીઍસઍનઍલ ટાવર અઠવાડિયાથી બંધ, ગ્રામજનો મુશ્કેલીમાં


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૩૦ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ મોટી પલસાણ (કરંજલી) ગામમાં આવેલો ગ્લ્ફન્નો મોબાઇલ ટાવર છેલ્લા અઠવાડિયાથી બંધ રહેતા હજારો ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાવર ક્યારેક થોડા સમય માટે શરૂ થાય છે, પરંતુ ફરી બંધ થઈ જાય છે.
ટાવર સેવા ખોરવાતા વિદ્યાર્થીઓના ઓનલાઇન અભ્યાસ, આરોગ્ય સેવાઓ, બેંકિંગ કામગીરી તેમજ રોજગાર સંબંધિત સંપર્કોમાં ગંભીર અસર પડી રહી છે. શહેરોમાં કામ કરતા પરિવારજનો સાથે વાતચીત થઈ શકતી નથી અને તાત્કાલિક પરિસ્થિતિમાં પણ મદદ માટે સંપર્ક સાધવો મુશ્કેલ બની ગયો છે. ગ્રામજનોઍ અનેક વખત ે ગ્લ્ફન્ અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર સમક્ષ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. સતત ફરિયાદો છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
મોટી પલસાણ અને આસપાસના વિસ્તારમાં ગ્લ્ફન્ સિવાય અન્ય કોઈ વિશ્વસનીય મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાથી લોકો પાસે કોઈ વિકલ્પ પણ નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે આ સ્થિતિ વધુ ગંભીર બની છે.
 ગ્રામજનોઍ સરકાર અને ગ્લ્ફન્ વિભાગને તાત્કાલિક ટાવરનું સમારકામ કરી મોબાઇલ તથા ઇન્ટરનેટ સેવા નિયમિત શરૂ કરવાની માંગ કરી છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં અંતરિયાળ ગામો હજુ પણ મૂળભૂત ટેલિકોમ સુવિધાથી વંચિત રહેતા હોવાનો આ બનાવ સ્પષ્ટ પુરાવો હોવાનું સ્થાનિકોઍ જણાવ્યું છે.