Damanganga Times.

Damanganga Times.

July 31, 2026

ઉમરગામમાં નાયક પરિવાર અતિવૃષ્ટિથી ઘરવિહોણા બનેલા પરિવારોના વ્હારે આવ્યો

ઉમરગામમાં નાયક પરિવાર અતિવૃષ્ટિથી ઘરવિહોણા બનેલા પરિવારોના વ્હારે આવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૩૦ ઃ  ઉમરગામ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે ઘરવખરીને વ્યાપક નુકસાન થવા ઉપરાંત અનેક મકાનો પણ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. અનેક પરિવારો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાતા તેઓ નિરાધાર બની ગયા હતાં.
આવા કપરા સમયમાં નાયક પરિવારના નરેન્દ્રભાઈ નાયક (લાલાભાઈ), સરપંચ દહાડ અને જિગાભાઈ દોડી આવી અસરગ્રસ્ત પરિવારોની મદદે પહોંચ્યા હતાં. ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને કપડાં સહિત જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ સંપૂર્ણપણે નુકસાન પામેલા ત્રણ પરિવારોને તાત્કાલિક આશ્રય મળી રહે તે માટે પતરા, થાંભલા અને તાડપત્રીનું વિતરણ કરી રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સેવાકાર્ય દ્વારા જનસેવા ઍ જ પ્રભુસેવાના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું હતું.
ઉમરગામ તાલુકામાં ૨૪ કલાકમાં અંદાજે ૪૫ ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક ગામો અને વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. જનજીવનને ફરી સામાન્ય બનાવવા માટે ઉદ્યોગકારો, સમાજસેવી સંસ્થાઓ, સરકારી તંત્રના અધિકારીઓ તથા ચૂંટાયેલા જન-તિનિધિઓ દિવસ-રાત અસરગ્રસ્તોને રાહત અને સહાય પહોંચાડવા સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્ના છે. સરકાર દ્વારા પણ અસરગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આપત્તિના આ સમયમાં ઉમરગામ તાલુકાના સેવાભાવી આગેવાનોઍ મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીઍ જે પીડ પરાઈ જાણે રેને સાચા અર્થમાં જીવંત બનાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.