ઉમરગામમાં મુખ્ય માર્ગોની સફાઈ કરી દવા છંટકાવ કરાયો
- byDamanganga Times
- 31 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઃ ઉમરગામ નગરપાલિકા તંત્ર ઍક્શન મોડ માં અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી તારાજી માંથી જનજીવન સામાન્ય બને તે દિશામાં નગરપાલિકા તંત્રના કર્મચારીઓને અધિકારીઓ યુદ્ધના ધોરણે પ્રયાસ કરી રહ્ના છે જાહેર સ્થળો તથા શાળા અને હોસ્પિટલ તેમજ મુખ્ય માર્ગોની આસપાસ થયેલા પાણીના ભરાવવા અને કાદવ કિચડ વગેરે સ્થળે સાફ-સફાઈ કરી દવા છંટકાવ ની કામગીરી હાથ ધરાઈ.
નુકસાની વળતર માટે વહીવટી કામગીરી પૂર્ણ કરી આશરે ૬૧૦ લોકોને ઘરવખરીના નુકસાન પેટે રૂ.૫,૦૦૦, ૬૧૦ અસરગ્રસ્ત અને કેસ ડોલ પેટે રૂપિયા ૧૮૦૦ મળી કુલ ૪૧ લાખ ૪૮૦૦૦ અને ઍક માનવ મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૪ લાખ સહાય ચૂકવવામાં આવી.સરકાર દ્વારા નિડ્ઢિત કરેલ કરેલ સહાય નિર્ધારિત સમયમાં લોકો સુધી પહોંચતા ઉમરગામ શહેર વિસ્તારમાં તંત્રની કામગીરીને લોકો બિરદાવી રહ્ના છેના કહેવડા આર્થિક નુકસાન પરંતુ પાણીના ભરાવાને કારણે રોગચાળો ફાટી ન નીકળે તે માટે ઉમરગામ તાલુકાના તમામ સાત વિસ્તારોમાં જરૂરિયાતના સ્થળે દવા છંટકાવ ની કામગીરી ચીફ ઓફિસર ચંદ્રસિન્હાના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે થઈ રહી છે. નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ જીવન જરૂરિયાત માટેનું પાણી ફિલ્ટર કરી ક્લોરીનેશન સાથે આપવામાં આવી રહ્નાં છે. ઉમરગામ નગરપાલિકામાં અતિવૃષ્ટિ બાદ જનજીવન સામાન્ય બન્યું છે. અને તે માટે તંત્ર દ્વારા શું આયોજિત રીતે કરવામાં આવેલી કામગીરી મહત્વની લેખાઈ રહી છે. ઉમરગામ નગરપાલિકા તંત્રની કામગીરીને ધારાસભ્ય રમણભાઈ પાટકરે બિરદાઈ હતી.
