Damanganga Times.

Damanganga Times.

July 31, 2026

ઉમરગામમાં મૃતકના પરિવારને રૂ. ૪ લાખનો સહાય ચેક અર્પણ

ઉમરગામમાં મૃતકના પરિવારને રૂ. ૪ લાખનો સહાય ચેક અર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઃ  ઉમરગામ તાલુકામાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક પરિવારોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન ઉમરગામ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.૬માં રહેતા ઍક યુવકનું ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું હતું. આ સહાય અંતર્ગત ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે મૃતકના પરિવારને રૂ.૪ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસવાલા, મહામંત્રી મનોજભાઈ ઝા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ યાદવ, વોર્ડ નં. ૬ના કોર્પોરેટર હસુમતીબેન, પ્રભાબેન સહિત અગ્રણીઓ અને સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં.