Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપી-ઉમરગામના ૧૦થી વધુ ગામોમાં કપડાં અને અનાજ કીટ પહોંચાડી

વાપી-ઉમરગામના ૧૦થી વધુ ગામોમાં કપડાં અને અનાજ કીટ પહોંચાડી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપી સહિત આસપાસના પંથકમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને મદ કરવા ચલા યુથ ક્લબના યુવાનો મદદરૂપ બન્યા છે. ક્લબના સભ્યોઍ છેલ્લા કેટલાક દિવસથી સતત ફિલ્ડમાં રહીને ૧૦થી વધુ ગામોના સેંકડો પૂરગ્રસ્ત પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડી છે.
યુથ ક્લબ દ્વારા પુનાટ ગામે ૧૧૦ બોક્સ, ઉમરગામમાં ૩૫ બોક્સ, ટુકવાડા ગામે ૨૩૫ બોક્સ અને રાતા પાંડોર ગામે ૨૩૦થી વધુ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું. દરેક બોક્સમાં સેંકડો જોડી કપડાં સાથે અનાજ કીટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાપી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ અને ૭ના કચરા ફળિયા અને કુંવારી નગરીમાં પણ ક્લબ દ્વારા સહાય પહોંચાડવામાં આવી હતી.
આ સેવાકાર્યમાં ચલા યુથ ક્લબના સભ્યો મનોજ નંદાનીયા, આમિર કબાની, જયદીપ, સુરેશ ત્રિવેદી, વિશાલ પટેલ, રમેશ ભાનુશાળી સહિતના યુવાનો સક્રિય રહ્ના હતા. તેમની સાથે ચૂંટાયેલા કાઉન્સિલર મિત્તલ નંદાનીયા અને યાસ્મીન બાબુલ સહિતના હોદ્દેદારો પણ જોડાયા હતા અને વિતરણમાં સહયોગ આપ્યો હતો.
યુથ ક્લબના આગેવાનોઍ જણાવ્યું કે પૂરથી જે પરિવારોનું ઘર-બાર બગડ્યું છે અને રોજિંદી જરૂરિયાતોની તંગી છે તેવા લોકો સુધી મદ પહોંચાડવાનો તેમનો પ્રયાસ છે. આગામી દિવસોમાં પણ વધુ ગામોમાં રાહત સામગ્રીનું વિતરણ ચાલુ રાખવામાં આવશે.