Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપી જુના ફાટક પાસે સબવે માટેનો વિસ્તાર જોખમી

વાપી જુના ફાટક પાસે સબવે માટેનો વિસ્તાર જોખમી


વાપી જુના ફાટક પાસે સબવે બનાવવા માટે તંત્ર દ્વારા બંને તરફ રેલ્વે ટ્રેક નીચે અને નજીકના વિસ્તારોમાં ઊંડો ખાડો ખોદ્યો હતો. અહીં ટ્રેક નીચે સબવે માટે બોક્ષ પણ પુસિંગ કરી દેવામાં આવ્યું છે. પરંતુ બંને તરફ ઍપ્રોચ રોડ બનાવવાનો બાકી છે. યાત્રિક ખામીઓના કારણે આ કામ ઘોંચમાં પડ્યું છે. પરંતુ હાલ અહીં ચોમાસાનું પાણી તળાવની જેમ ભરાઈ ગયું છે જેના કારણે કોઈ રાહદારી અહીંથી રેલ્વે ટ્રેક ક્રોસ કરવા જાય તો ડૂબી જવાની ભીતિ છે, ખાસ કરીને રાત્રિ દરમિયાન અકસ્માતની વધુ સંભાવના છે.