Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

આલીપોરની વસુધારા ડેરીના નિવૃત્ત ઍમડીનું ટૂંકી માંદગી બાદ નિધન

આલીપોરની વસુધારા ડેરીના નિવૃત્ત ઍમડીનું ટૂંકી માંદગી બાદ નિધન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૯ ઃ ચીખલી તાલુકાના આલીપોર ખાતે આવેલ વસુધારા ડેરીના નિવૃત્ત ઍમડી નરેન્દ્રભાઈ વશી નું ટૂંકી માંદગી બાદ નિધન. વસુધારા ડેરીમાં ચાર દાયકાથી વધુ સમયથી ફરજ બજાવતા  અને છેલ્લે ઍમડી તરીકે ફરજ  બજાવી નિવૃત્ત થયેલા  નરેન્દ્રભાઈ વશીનું ટૂંકી માંદગી બાદ બુધવારે સવારે તેમના નિવાસસ્થાન મજીગામ ખાતે દુઃખદ અવસાન થયું છે વસુધારા ડેરીમાં લાંબા સમય સુધી ફરજ બજાવીને વસુધારા ડેરીને પ્રગતિના સોપાન ઉપર લઈ જનાર નરેન્દ્ર ભાઈ વશી ના પાર્થિવ દેહને બપોરે  આલીપોર વસુધારા ડેરી ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો તેમજ વસુધારા ડેરીના ચેરમેન રાજાભાઈ પટેલ, ઇન્ચાર્જ ઍમડી વિજયભાઈ કાપડિયા, કેબિનેટ મંત્રી  નરેશભાઈ પટેલ, માજી સાંસદ કાનજીભાઈ પટેલ, કવોરી ઍસોસિઍશનના પ્રમુખ સલીમભાઈ પટેલ, સહકારી મંડળીના હોદ્દેદારો અને દૂધ ઉત્પાદકો  તેમજ વસુધારા ડેરીના ડિરેક્ટરોઍ સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં વસુધારા ડેરીને વિકાસના પંથે લઈ જવામાં સદગતની ભૂમિકા અગ્રેસર રહેવા પામી હતી.