Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

ચીખલી હોમગાર્ડ યુનિટ દ્વારા ચીખલી કાવેરી નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું

ચીખલી હોમગાર્ડ યુનિટ દ્વારા ચીખલી કાવેરી નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૨૭ ઃ ચીખલી કાવેરી નદીમાં આવેલા પૂરને કારણે ચીખલી ઓવારાની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી.

કાદવ,કીચડ અને ઝાડી ઝાંખડા પૂરના પાણીમાં ખેંચાઈ આવતા જેની સાફ-સફાઈ કરવા માટે નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અમિતાબેન પટેલ અને ચીખલીના સરપંચ ની આગેવાનીમાં ચીખલી હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર ચિરાગ ઍમ. રાઠોડ અને  તેમની ટીમના સભ્યો દ્વારા કાવેરી નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.