Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

આહવામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવેદન

આહવામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવેદન


સાપુતારા, તા. ૨૭ ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે ઍક વિશાળ જનજાગૃતિ અને રજૂઆતનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સંત શિરોમણી પી.પી. સ્વામીજી, પૂજ્ય સાધ્વી હેતલ દીદી, સાધ્વી યશોદા દીદી સહિત સમગ્ર ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૌપ્રેમીઓ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા.આવેદનપત્રમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે અગાઉ ગુરુવાર, ૭ મે, ૨૦૨૬ના રોજ રાજ્યભરના તમામ તાલુકાઓમાંથી ગૌસન્માન અર્થે રજૂઆતો કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ૧૫ હજારથી વધુ ગૌભક્તોના હસ્તાક્ષર ધરાવતા કુલ ૫૫૯ પૃષ્ઠોના સમર્થન દસ્તાવેજો સરકારને સોંપવામાં આવ્યા છે. અંતમાં, ગૌપ્રેમીઓઍ ઍવી આશા વ્યક્ત કરી હતી કે સરકાર ગૌમાતાના સન્માન અને સંરક્ષણ બાબતે સંવેદનશીલતા દાખવી ઝડપી નિર્ણય લેશે અને દેશભરના ગૌભક્તોની ભાવનાઓનું સન્માન કરશે.