Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

સેલવાસમાં મોદીનો વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાયો

સેલવાસમાં મોદીનો વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૭ ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ વિકાસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-૨૦૨૬ હેઠળ દેશભરના સહભાગીઓ અને યુવાનો સાથે વર્ચ્યુઅલી વાર્તાલાપ કર્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરહદી ગામડાઓના યુવાનોને રાષ્ટ્ર નિર્માણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને વિકસિત ભારત માટેના સંકલ્પને મજબૂત બનાવવાનો છે. માય ભારત સ્વયંસેવકો અને દાદરા અને નગર હવેલી અને દમણના વિકાસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓઍ સિલ્વાસાના કલેક્ટર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાંથી આ વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યુવાનોઍ પ્રધાનમંત્રીના પ્રેરણાદાયી વિચારો સાંભળ્યા અને સરહદી વિસ્તારોના વિકાસ, યુવાનોની ભૂમિકા અને વિકાસિત ભારત ૨૦૪૭ ના વિઝન વિશે મૂલ્યવાન સમજ મેળવી હતી.

આ પ્રસંગે, દાદરા અને નગર હવેલીના માય ભારત સ્વયંસેવક દિવ્યાંશ જોશીને આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું સંચાલન કરવાનો લહાવો મળ્યો. દેશભરના સહભાગીઓ સમક્ષ તેમના ઉત્કૃષ્ટ વર્તનથી દાદરા અને નગર હવેલીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું હતું. આ સિદ્ધિ રાજ્યના યુવાનો માટે પ્રેરણારૂપ છે અને માય ભારત દ્વારા તેમને ઉપલબ્ધ તકોનું ઉત્તમ ઉદાહરણ છે.કાર્યક્રમ દરમિયાન,  પ્રધાનમંત્રીઍ યુવાનોને અપીલ કરતા કહ્નાં કે સરહદી ગામડાઓ વિકસિત ભારતનો મજબૂત પાયો છે અને આ વિસ્તારોના યુવાનોની ઉર્જા, નવીનતા અને ભાગીદારી દેશના ભવિષ્યને નવી દિશા પ્રદાન કરશે. તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હાકલ કરી હતી.